🔥 TRENDING માંડવીના બલેઠી ગામે પર્યાવરણ સંરક્ષણ અ... युवती ने ATM से लूटे 42 लाख रुपये, पुल... बीकानेर: खिंयाणा धाम में 4 अक्टूबर को... Dengue Cases Rise as Experts Warn Papa... FIR Filed Against 15 Farmers for Block... One in Six New Vehicles in Karnataka W...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી સ્થિત સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને જાણીતા યોગ ગુરુ શ્રી શીશપાલજીના અધ્યસ્થાને ‘યોગ અને ધ્યાન’ શિબિર યોજાઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 28 Sep 2026, 11:24 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી સ્થિત સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને જાણીતા યોગ ગુરુ શ્રી શીશપાલજીના અધ્યસ્થાને ‘યોગ અને ધ્યાન’ શિબિર યોજાઈ


અમરેલીની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાઓ સહિતના નાગરિકો ‘યોગ અને ધ્યાન’ શિબિરમાં જોડાયા

યોગ ગુરુ શ્રી શીશપાલજીએ કપાલભાતિ, ભ્રામરી અને અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામ તેમજ તાડાસન, વૃક્ષાસન અને વજ્રાસન સહિતના વિવિધ યોગાસનોનું જીવનમાં મહત્વ સમજાવી પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડ્યું


અમરેલી તા. ૨૭ સપ્ટેમ્બર
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, રાજ્ય સરકાર દ્વારા અમરેલી સ્થિત સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને જાણીતા યોગ ગુરુ શ્રી શીશપાલજીના અધ્યસ્થાને ‘યોગ અને ધ્યાન’ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં અમરેલીની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાઓ સહિતના શહેરના નાગરિકો ‘યોગ અને ધ્યાન’ શિબિરમાં જોડાયા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ ગુરુ શ્રી શીશપાલજીએ જણાવ્યું હતું કે, "આપણે સૌ યોગ અને ધ્યાન દ્વારા 'સ્વસ્થ સમાજ-મેદસ્વિતા મુક્ત અને સમૃદ્ધ ગુજરાત' નું નિર્માણ કરીએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આજના આધુનિક યુગમાં શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે યોગ એ એકમાત્ર શ્રેષ્ઠ અને સચોટ માર્ગ છે. ઉપરાંત કેન્સર જેવા રોગોમાં પણ યોગસાધના અસરકારક સાબિત થાય છે. રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતના ખૂણે-ખૂણે યોગનો વ્યાપ વધારીને દરેક નાગરિકને નિરોગી બનાવવાનું સરાહનીય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

યોગ અને ધ્યાનના મહત્વ અંગે વાત કરીએ તો, તે માત્ર શારીરિક વ્યાયામ નથી પરંતુ શરીર, મન અને આત્માના શુદ્ધિકરણની પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. નિયમિત યોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં અદભુત વધારો થાય છે, જેથી વ્યક્તિ મોસમી બીમારીઓથી દૂર રહીને નિરોગી આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. આ સાથે જ પ્રાણાયામ અને ધ્યાન (મેડિટેશન) દ્વારા માનસિક તણાવ, ચિંતા અને અનિદ્રા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને કાર્યક્ષમતા તેમજ એકાગ્રતામાં પણ વધારો થાય છે. યોગના વિવિધ આસનો અને પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શરીરના તમામ અંગોનું સંચાલન સુદૃઢ થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં અદભુત વધારો થાય છે અને હૃદયરોગ, સંધિવા તેમજ હાઇ બ્લડપ્રેશર જેવા ગંભીર રોગોનું જોખમ ઘટે છે. આ ઉપરાંત, પ્રાણાયામ લોહીમાં ગ્લૂકોઝનું સ્તર નિયંત્રિત રાખીને ડાયાબિટીસને કાબૂમાં રાખે છે.

આજના સમયમાં અયોગ્ય જીવનશૈલી અને અયોગ્ય ખાનપાનને કારણે નાની ઉંમરમાં જ ઓબેસિટી એટલે કે મેદસ્વિતાની ગંભીર સમસ્યા વ્યાપક બની રહી છે. યોગના આસનો દ્વારા વધારાની ચરબી ઘટાડીને શરીરને સુડોળ,સશક્ત અને લચીલું બનાવી શકાય છે. જો ગુજરાતનો પ્રત્યેક નાગરિક દૈનિક જીવનમાં યોગને અપનાવશે, તો જ આપણે મેદસ્વિતા મુક્ત અને રોગમુક્ત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરી શકીશું. સ્વસ્થ નાગરિક જ સશક્ત સમાજ અને આર્થિક રીતે સમૃદ્ધ ગુજરાતનું સાચું પીઠબળ છે.

ઉલ્લેખનીય છે કે, આધુનિક જીવનશૈલીની નકારાત્મક અસરો અને રોગોથી દૂર રહીને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે યોગ અને પ્રાકૃતિક આહાર ઉત્તમ માધ્યમ છે. યોગના માધ્યમથી "સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારત" ના મંત્રને સાર્થક કરીએ. નાગરિકોના નિરોગી સ્વાસ્થ્ય દ્વારા જ આપણે વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત@૨૦૪૭ અને વિકસિત ગુજરાત' ના સ્વપ્નને સાકાર કરી શકીશું.
આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા સહિતના પદાધિકારીશ્રીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ, બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App