🔥 TRENDING மதுராந்தகம் இடைத்தேர்தல்: எலப்பாக்கத்த... ખેડૂતના વેશમાં એલસીબીએ ૧૫ દિવસની વોચ બ... Muse faces backlash after Facebook dea... Solar Pumps Transform Irrigation for F... Delhi Basks in Pleasant Weather as Lig... Rahul Gandhi Visits Bella Estate After...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝઘડિયાના અવિધાને કરાડ અને સિમધરા સાથે જોડતા બે માર્ગોનું ૫ કરોડના ખર્ચે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ના હસ્તે ખાતમુહૂર્ત

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 28 Sep 2026, 10:05 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોના નવીનીકરણથી સ્થાનિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીનો અંત

ઝઘડિયાના અવિધાને કરાડ અને સિમધરા સાથે જોડતા બે માર્ગોનું ૫ કરોડના ખર્ચે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું



લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોના નવીનીકરણથી સ્થાનિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને પડતી હાલાકીનો અંત આવશે


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામને કરાડ તેમજ સિમધરા સાથે જોડતા બે માર્ગોના નવીનીકરણ માટેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે આ બંને માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે અંદાજે રૂપિયા ૫ કરોડના ખર્ચે આ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે, જેનાથી ગ્રામજનોને પડતી અગવડતા અંત આવશે તેમજ આ માર્ગો લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે ત્રસ્ત થઈ ગયા હતા. આ નવા માર્ગો તૈયાર થવાથી સ્થાનિક લોકો ઉપરાંત ખેતીવાડી માટે અવર જવર કરતા કરતા ખેડૂતો તેમજ શાળા એ કોલેજે જતા વિદ્યાર્થી ઓને પડતી મુશ્કેલીઓનો કાયમી નિરાકરણ આવશે તેમજ આ ખાતમુહૂર્ત પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવા ઉપરાંત ભરૂચ જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચાના મંત્રી મહેશભાઇ પાટણવાડીયા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન વસાવા, ધ્રુપલ પટેલ તેમજ રાજુભાઇ આહિર સહિતના સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગોનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર: મલેક સિરાજુદ્દીન ઝઘડિયા
📲Get App