🔥 TRENDING લાંભા વોર્ડના વૈશાલી નગરમાં ₹2.25 કરોડ... Actor Vijay Announces Welfare Initiati... Vijay’s ‘Om Sakthi’ Slogan Faces DMK’s... MP AYUSH UG 2026 Seat Allotment Releas... Madhya Pradesh Adds Four Historic Site... Man Impersonates High‑Earners, Ascends...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાલેજ-નારેશ્વર માર્ગના ખાડાઓ સામે મહિલાઓનું અનોખું વિરોધ પ્રદર્શન

✍️ Reporter: Shahid Mansuri 🗓 28 Sep 2026, 06:58 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલેજ-નારેશ્વર માર્ગ પરના ભયાનક ખાડાઓને કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તા પર બેસી ભજન-કીર્તન કરી વિરોધ નોંધાવ્યો. કામ શરૂ ન થતાં ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી સામે ભજન ગાવાની ચીમકી ઉચ્ચારાઈ.

પાલેજ-નારેશ્વર માર્ગ પરના અતિશય ખાડાઓ અને તેને કારણે સર્જાતી અસુવિધાઓ સામે સ્થાનિક મહિલાઓએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. "આ ખાડા નથી, ખીણ છે" તેવી બૂમ સાથે મહિલાઓએ રસ્તા પર જ બેસીને રસ્તાનું બેસણું યોજ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં રોષે ભરાયેલા ગ્રામજનો પણ જોડાયા હતા અને તેમણે રસ્તા પર જ બેસીને ભજન મંડળ શરૂ કર્યું હતું.

પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિકોને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની કાર્યવાહીથી સ્થાનિકો વધુ ઉશ્કેરાયા હતા અને તેમનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગ્રામજનોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવે.

ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સાત દિવસમાં રસ્તાનું કામ શરૂ નહીં થાય, તો તેઓ ગાંધીનગર સ્થિત સચિવાલય ખાતે જઈને મુખ્યમંત્રી સામે ભજન ગાઈને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ માર્ગ પરના ખાડાઓ વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે અને અનેક અકસ્માતો સર્જાયા છે.
📲Get App