🔥 ट्रेंडिंग সাধারণ ভোটারদের সঙ্গে লাইনে দাঁড়িয়ে... मध्य प्रदेश के 16 लाख फॉलोअर्स वाले इन... उज्जैन में सड़क चौड़ीकरण के लिए मस्जिद... बीजेपी के प्रमुख नबिन कुमार ने पश्चिम... सुप्रीम कोर्ट ने पुष्टि की कि बंगाल स्... सुप्रीम कोर्ट ने ओक्टोबर 6 के बायपोल्स...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 28 सित. 2026, 06:04 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સાંસદ શોભનાબેન બારૈયાએ બાયડમાં મેડિકલ સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કર્યું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સાંસદ શોભનાબેન બારૈયાએ બાયડ વિધાનસભા સેવા પરિવાર સાથે મળીને સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત એક મેડિકલ સારવાર તથા નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ સેવાભાવી કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. તેમણે કેમ્પનો લાભ લઈ રહેલા સૌ નાગરિકોના સુખાકારીની શુભેચ્છા પાઠવી હતી.

આ મેડિકલ કેમ્પનો ઉદ્દેશ્ય નાગરિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો અને નિદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો. આયોજન દ્વારા અનેક લોકોને આરોગ્ય તપાસનો લાભ મળ્યો.
📲Get App