🔥 TRENDING Bidar city news सरपंच पद के दावेदार: स्थानीय चुनाव की... கோவை, செப்.29: பராமரிப்புப் பணிகள் கார... ભરૂચ: મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની... Vinod Kapri’s ‘Pyre’ Set for Theatrica... Centre to Assess Drought in Karnataka,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સુરતમાં ચૂંટણી કમિશનરના વિવાદ મુદ્દે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ

✍️ Reporter: Dhaval Maheta 🗓 28 Sep 2026, 05:26 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા વિવાદના વિરોધમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા વિવાદના વિરોધમાં સુરતમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. "વોટ ચોર, ગાદી છોડ"ના નારા સાથે કોંગ્રેસ કાર્યકરોએ કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

પ્રદર્શનકારીઓએ કલેક્ટર કચેરી પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન, કાર્યકરો દ્વારા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

સ્થિતિ વણસતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે બે બસો ભરીને કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ કાર્યવાહી બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે શાંતિ સ્થાપવામાં આવી હતી.
📲Get App