🔥 TRENDING માંગરોળ: પરમેશ હાઈસ્કૂલના આચાર્ય અને પ... सीसीएल का मनमानी મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ... પાટણમાં ૭ ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યા... Official Telugu Teaser of 'Slum Dog: 3... Times of India releases lyrical video...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાબરકાંઠા: દેરોલ-વાઘેલામાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ, દિગંબર જૈન સમાજની ભવ્ય જલયાત્રા શોભાયાત્રા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 04:25 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના દેરોલ-વાઘેલા મુકામે દિગંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય જલયાત્રા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા..

સાબરકાંઠા જિલ્લાના-:
દેરોલ-વાઘેલા ખાતે પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે દિગંબર જૈન સમાજ દ્વારા એક ભવ્ય જલયાત્રા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક પ્રસંગે ભગવાનના જયઘોષ સાથે નીકળેલી શોભાયાત્રામાં જૈન સમાજના ભાઈઓ-બહેનો,યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ઢોલ-નગારા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળેલી આ જલયાત્રાએ સમગ્ર દેરોલ-વાઘેલા ગામને ભક્તિના રંગે રંગી દીધું હતું.શ્રદ્ધાળુઓએ ધાર્મિક ભાવના સાથે ભગવાનના જયઘોષ કરીને શોભાયાત્રામાં ભાગ લીધો હતો, જે આસ્થા અને પરંપરાનું ઉત્તમ પ્રદર્શન હતું..

જૈન ધર્મમાં પર્યુષણ પર્વને ક્ષમા,ત્યાગ અને આત્મશુદ્ધિના પર્વ તરીકે ઉજવવામાં આવે છે.આ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલી જલયાત્રા શોભાયાત્રા, જૈન સમાજની ઊંડી ધાર્મિક આસ્થા અને સમૃદ્ધ પરંપરાનું પ્રતિક બની રહી હતી.
📲Get App