राजनीति
મહુવા સુગરની ચૂંટણીમાં આજે ખરાખરીનો ખેલ જોવા મળ્યો.
મહુવા સુગરની ચૂંટણીમાં આજે મતદાન કરવામાં આવ્યું હતું જેમાં ૧.ઈન્દ્રસિંહ નાથુભાઈ વાંસિયા ૨.મહેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલ ૩.રાજુભાઈ મનહરભાઈ પટેલ એમ ત્રણેય ઉમેદવારો માટે આજે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.ત્રણેય ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી મતદાન કરાવ્યું હતું.જેમાં કમલાપોર ઝોન માંથી ૮૯ ટકા જેટલું મતદાન થયું હતું અને બાજીપુરા ઝોન માંથી ૭૪ ટકા જેટલું મતદાન થયું હતું હવે જોવું રહ્યું કે મતદાન પેટીમાંથી કોનું ભવિષ્ય બહાર નીકળશે ત્રણેય ઉમેદવારો હાલતો જીતનો દાવો કરી રહ્યા છે.