🔥 TRENDING હિંમતનગરમાં કોંગ્રેસની 'જન આક્રોશ પદયા... वडनगर से वाराणसी तक निकली सेवा संकल्प... Jason Sanjay's 'Sigma' Trailer Unveils... Five South Indian Films and OTT Series... The Times of India Releases Official T... Maharashtra LLB 3‑Year Round 4 Registr...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

મહેસાણા: વણકર સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, મંત્રી પ્રદ્યુમન વાજા અને હિતુ કનોડિયા રહ્યા ઉપસ્થિત

✍️ Reporter: BABUBHAI PARMAR 🗓 27 Sep 2026, 06:30 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણામાં સિદ્ધાર્થ સ્કૂલ ખાતે વણકર સમાજ દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને અભિનેતા હિતુ કનોડિયાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સમાજના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

મહેસાણાના સોમનાથ રોડ પર આવેલ સિદ્ધાર્થ સ્કૂલ ખાતે વણકર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર શ્રી હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પ્રદ્યુમન વાજાએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને શુભારંભ કરાવ્યો હતો અને સમાજના વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. અભિનેતા હિતુ કનોડિયાએ પણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને અભ્યાસને લગતા માર્ગદર્શન આપ્યું હતું.
📲Get App