🔥 TRENDING शराबी की दबंगई से अमलाई क्षेत्र में सन... भरत भूषण तिवारी एनकाउंटर: जगदीशपुर के... श्री सत्येन्द्र सिंह लोधी ने बच्चों को... ધીમા ગતિએ ચાલતા વાહનો વચ્ચે ડીજેના તાલ... मुख्यमंत्री सम्राट चौधरी ने सुनी 'मन क... પાટણની ઐતિહાસિક ધરતી રાણી કી વાવ ખાતે...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સુરતમાં ડેન્ગ્યુ અને કમળાનો કહેર: બે યુવાનોના મોત, આરોગ્યતંત્રની પોલ ખુલ્લી

✍️ Reporter: Dhaval Maheta 🗓 27 Sep 2026, 08:24 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ડેન્ગ્યુ અને કમળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ બે યુવાનોના મોતથી અરેરાટી ફેલાઈ છે.

સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. દિનપ્રતિદિન વકરી રહેલા તાવ અને ડેન્ગ્યુના કેસો વચ્ચે શહેરમાં વધુ બે આશાસ્પદ યુવાનોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પર્વત પાટિયા વિસ્તારમાં ડેન્ગ્યુ બાદ કમળો થઈ જતાં 25 વર્ષીય યુવતીનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે સારોલી ખાતે કારખાનામાં કામ કરતા 19 વર્ષીય શ્રમિક યુવકે સ્મીમેર હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

મૂળ અમરેલીના વતની અને હાલ પર્વત પાટિયા સ્થિત સુમન સંગીની આવાસમાં રહેતી 25 વર્ષીય કાજલ કરસનભાઈ ડાભીને છેલ્લા છ દિવસથી સખત તાવ આવતો હતો. પરિવારજનોએ તેને સ્થાનિક દવાખાને બતાવતાં લેબોરેટરી રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન કાજલને કમળાની ગંભીર અસર પણ થઈ ગઈ હતી. અચાનક તબિયત વધુ લથડતાં પરિવારે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

મૃતક કાજલ બે ભાઈ અને બે બહેનોમાં વચેટ હતી અને તેના પિતા વતનમાં ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બીજી તરફ, સારોલી વિસ્તારમાં કારખાનામાં કામ કરતો 19 વર્ષીય શ્રમિક યુવક પણ ડેન્ગ્યુ અને કમળાની બીમારીનો ભોગ બન્યો હતો. સ્મીમેર હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેનું દુઃખદ અવસાન થયું હતું.
📲Get App