अपराध
સુરતમાં તેરે નામ ચોકડી પાસે ટેમ્પોચાલક અને ભાઈ પર બોલેરો સવાર ચાર શખ્સોનો જાહેરમાં હુમલો, વીડિયો વાયરલ
સુરતના પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં થયેલા ધીંગાણાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બોલેરો પિકઅપ સવાર ચાર શખ્સોએ ટેમ્પોચાલક અને તેના ભાઈ પર પાઈપ અને ઢીકાપાટુનો વરસાદ વરસાવ્યો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ પાંડેસરા વિસ્તારની ‘તેરે નામ ચોકડી’ પાસે જાહેરમાં ધીંગાણું સર્જાયું હતું. સામાન ઉતારવા આવેલા ટેમ્પોચાલક અને તેના ભાઈ પર બોલેરો પિકઅપ સવાર ચાર શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પાઈપ અને ઢીકાપાટુનો ઉપયોગ કરી બંને યુવકોને બેભાન અવસ્થામાં રસ્તા પર ઢળી પડ્યા ત્યાં સુધી માર માર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની અને હાલ પાંડેસરા મણી નગરમાં રહેતા પ્રવીણ ઉર્ફે છોટુ જટાશંકર તીવારી (ઉં.વ. 35) પોતાના ભાઈ પ્રમોદ તિવારી સાથે 25 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ તેરે નામ રોડ પર આવેલ રિદ્ધિ-સિદ્ધિ નગર, હનુમાન મેડિકલ પાસે ઊભા હતા. તે સમયે રિદ્ધિ-સિદ્ધિ નગરમાં રહેતા આદિત્ય, નિકિત અને તેમના બે સાથીદારો બોલેરો પિકઅપ વાહન પૂરઝડપે ચલાવી લાવ્યા હતા અને પ્રવીણભાઈના પગ પાસે અડાડીને ઊભી રાખી દીધી હતી.
પ્રવીણે વાહન સરખી રીતે ચલાવવા બાબતે ઠપકો આપતાં જ ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે પ્રવીણ તથા તેના ભાઈ પર અમાનવીય રીતે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાંડેસરા પોલીસે વીડિયોના આધારે તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ગુનામાં સામેલ બે સગીરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.