🔥 TRENDING बांका में चोरी का आभूषण खरीदने वाला आर... સુરતના ઉત્રાણમાં ₹3 લાખની રૂપિયા આપ-લે... सेवा संकल्प अभियान के तहत भजन संध्या आ... Family Claims Mob Attack and Stone-Pel... EC Split Over Form 6 Changes, Voter DB... Election Commission Says SIR Decisions...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા ધ્વજારોહણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 12:14 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના-: ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમના પાવન પર્વ પર પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ અને પોલીસ પરિવારે મા જગદંબાના ચરણોમાં શિશ ઝુકાવી ધ્વજારોહણ કર્યું હતું..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમનો પાવન પર્વ અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા મા જગદંબાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક શિશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમમાં સાબરકાંઠા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે પોલીસ પરિવારના અન્ય સભ્યો સાથે મળીને માતાજીની પૂજા-અર્ચના કરી અને ધ્વજારોહણની વિધિ સંપન્ન કરી હતી.ભાદરવી પૂનમના આ પવિત્ર દિવસે પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રદ્ધા અને સમર્પણની ભાવના જોવા મળી હતી, જેમાં સમગ્ર પોલીસ પરિવારે સહભાગી થઈને મા જગદંબાના આશીર્વાદ મેળવ્યા હતા.
📲Get App