Local
અમદાવાદ: પ્રેમ લગ્ન બાદ પરિણીતાએ માતાજી આવ્યાનો ડોળ કરી ૨૦ સંબંધીઓને ફટકાર્યા, કારણ જાણી ચોંકી જશો
અમદાવાદના બોપલ વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ સાસરિયાંઓ પર ગુસ્સે થઈ માતાજી આવ્યાનો ઢોંગ રચ્યો અને સમાધાન માટે બોલાવેલા ૨૦ સંબંધીઓની ધોલાઈ કરી નાખી. જોકે, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની દરમિયાનગીરી બાદ આખરે તેનો ઢોંગ ખુલ્લો પડી ગયો.
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કરીને સાસરે આવેલી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાંઓ પર ગુસ્સે થઈ માતાજી આવ્યાનો ઢોંગ રચ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે સમાધાન માટે પરિવારના આશરે ૨૦ જેટલા સભ્યો ભેગા થયા હતા. પરિણીતાએ ધૂણવાના બહાને ત્યાં હાજર તમામ સંબંધીઓ પર હુમલો કરી દીધો અને તેમની જોરદાર ધોલાઈ કરી નાખી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિણીતા ઇન્સ્ટાગ્રામ પર અન્ય કોઈ પુરુષ સાથે સંપર્કમાં હોવાની જાણ પતિ અને સાસરિયાંઓને થતાં પરિવારમાં મોટો વિવાદ થયો હતો. આ બાબતે સાસરિયાંઓએ તેને ઘરમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે સમાધાન કરવા માટે પરિવારજનોની બેઠક બોલાવવામાં આવી હતી.
પરંતુ, બેઠક દરમિયાન પરિણીતાએ પોતાની જાત પર કોઈ 'ઓળો' કે માતાજી આવ્યા હોય તેવો ઢોંગ શરૂ કર્યો. આ ધૂણવાના નાટકના બહાને તેણે ત્યાં હાજર તમામ સંબંધીઓ પર હુમલો કરી દીધો અને તેમની ધોલાઈ કરી નાખી. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મામલો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સુધી પહોંચ્યો.
અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંને પક્ષોને શાંત પાડ્યા હતા અને પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યું. કડકાઈથી પૂછપરછ અને કાઉન્સેલિંગ દરમિયાન આખરે ભાંડો ફૂટ્યો કે પરિણીતા માત્ર સાસરિયાંઓ પર પોતાના ગુસ્સાને વ્યક્ત કરવા માટે નાટક કરી રહી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે.