स्थानीय
અંબાજી મેળામાં સ્વચ્છતા અને પરિવહન સેવા આપનાર કર્મચારીઓનું બનાસકાંઠા પોલીસ દ્વારા સન્માન..
ભાદરવી પૂનમ મેળા દરમિયાન નિઃસ્વાર્થ સેવા આપનાર સફાઈ કર્મીઓ અને એસ.ટી. કર્મચારીઓને બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા..
અંબાજી ખાતે યોજાયેલ ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ દરમિયાન દિવસ-રાત પરિશ્રમ કરીને સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓ અને મુસાફરોને સરળ પરિવહન સુવિધા પૂરી પાડનાર એસ.ટી.કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવ્યું..
આ સન્માન સમારોહમાં બનાસકાંઠાના એસ.પી. પ્રશાંત શુંબે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મેળા દરમિયાન પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનાર કર્મચારીઓને માતાજીનો ખેસ, પ્રસાદી અને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કર્યા હતા.એસ.પી. પ્રશાંત શુંબે જણાવ્યું હતું કે "નિઃસ્વાર્થ સેવા એ જ મા અંબાની સાચી ભક્તિ છે."તેમણે કર્મચારીઓની પ્રેરણાદાયી સેવાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવા કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ સમાજ માટે પ્રેરણારૂપ છે.