🔥 TRENDING સુરત રેલવે સ્ટેશન નજીક ટ્રાફિક પોઈન્ટ... ભુજમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપ... Ropar Police Raid Former SGPC Member’s... FIR Filed Over Alleged Rape During LPU... CCB Seizes Four Sites in Kallakurichi... Harsh Goenka Criticises VIP Darshan at...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અંબાજી માર્ગ પર 'અંબિકા સેવા કેમ્પ' દ્વારા ૯ વર્ષથી પદયાત્રીઓની અવિરત સેવા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 02:56 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાણંદના ગોધાવી ગામના માઇભક્તો દ્વારા દાંતા-અંબાજી માર્ગ પર હરિવાવ ખાતે છેલ્લા ૯ વર્ષથી 'અંબિકા સેવા કેમ્પ' ચલાવીને દરરોજ હજારો પદયાત્રીઓની રજવાડી આતિથ્ય સાથે સેવા કરવામાં આવી રહી છે..

દાંતા-અંબાજી માર્ગ પર આવેલ હરિવાવ ખાતે 'અંબિકા સેવા કેમ્પ' શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને સેવાનો અનોખો સંગમ બની ગયો છે. સાણંદના ગોધાવી ગામના માઇભક્તો દ્વારા છેલ્લા ૯ વર્ષથી આ સેવા યજ્ઞ સતત ૨૪ કલાક અવિરતપણે ચાલી રહ્યો છે..

આ સેવા કેમ્પમાં દરરોજ આશરે ૭૦ થી ૮૦ હજાર જેટલા પદયાત્રીઓ માટે ભોજન, પાણી, ચા-નાસ્તો અને આરામની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ભક્તોને 'રજવાડી આતિથ્ય' મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે,જેથી તેમને ઘર જેવી લાગણી અનુભવાય.કેમ્પના સંચાલક પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ સેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યાત્રાળુઓની સુવિધા અને તેમની શ્રદ્ધાને માન આપવાનો છે.ભક્તોના ચહેરા પર સંતોષ જોઈને અમને આનંદ થાય છે અને આ સેવા કાર્ય ચાલુ રાખવા માટે પ્રેરણા મળે છે.
📲Get App