🔥 TRENDING Election Commission clarifies stance o... Two more arrested in Jamui minor haras... Mumbai Police Refuse Permit for CJP’s... Maharashtra CM Devendra Fadnavis launc... NCP (SP) MLA Rohit Pawar warns Maharas... શ્રી નારાયણી ક્રેડિટ કોર્પોરેટિવ સોસાય...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો બિનહરીફ જાહેર

✍️ Reporter: Divyarajsinh Gohil 🗓 27 Sep 2026, 11:26 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર થતાં સંઘ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

આજ રોજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ,જેમાં જિલ્લા પ્રમુખ તરીકે પ્રદીપસિંહ રણા જિલ્લા મહામંત્રી તરીકે રાજીવભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે હાર્દિપસિંહ યાદવ મંત્રી તરીકે દિલીપસિંહ ધરિયા કોષાધ્યક્ષ તરીકે ઇકબાલભાઈ પટેલ અને આંતરિક ઓડિટર તરીકે હરપાલસિંહ ગોહિલ આ તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા છે. આ પરિણામને પગલે સંઘના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સંઘ દ્વારા બિનહરીફ જાહેર થયેલા તમામ હોદ્દેદારોને ઝઘડિયા તાલુકા પ્રાથમિક સંઘ ના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા મહામંત્રીશ્રી અતીન્દ્રસિંહ ગોહિલ અને એમની ટીમ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ બિનહરીફ ચૂંટાયેલા હોદ્દેદારો આગામી સમયમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણના વિકાસ અને શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્ય કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અને તમામ પક્ષો દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો, જેના કારણે સર્વસંમતિથી હોદ્દેદારોની પસંદગી થઈ શકી છે. આ સફળતા બદલ સંઘના તમામ સભ્યોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
📲Get App