🔥 TRENDING રાજ્યમાં ઓટો રિક્ષા ભાડામાં વધારાને મં... અંકલેશ્વરમાં ગૌવંશ કતલ રેકેટનો પર્દાફા... ભારતમાં 4 નવા લેબર નિયમો લાગુ: 8 કલાકન... Uttaradi Math Seer Discharged After Mi... Palamu Youth Killed, Five Injured in M... Koimoi Releases 2026 Malayalam Box Off...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકાને પૂર્ણ તાલુકો જાહેર કરવા બાબત ખીમેશ્વર મહાદેવ મંદિર પરિસર, સાંતલપુર સાંતલપુર તાલુકાને પૂર્ણ તાલુકા તરીકે જાહેર કરવાની માંગ અંગે જાહેર સભા

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 27 Sep 2026, 06:55 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર તાલુકાને પૂર્ણ તાલુકો જાહેર કરવા બાબત
ખીમેશ્વર મહાદેવ મંદિર પરિસર, સાંતલપુર
સાંતલપુર તાલુકાને પૂર્ણ તાલુકા તરીકે જાહેર કરવાની માંગ અંગે જાહેર સભા
આજરોજ સાંતલપુર ખીમેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં સાંતલપુર તાલુકાને પૂર્ણ તાલુકો જાહેર કરવા અંગે એક મહત્વપૂર્ણ જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.સાંતલપુર - વારાહી તાલુકા પુન રચના સંઘર્ષ સમિતિ ના મુખ્ય કન્વિનર - ભરતભાઈ આહિર
સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબત ભાઈ આહિર
સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ - સવાભાઇ આહિર
સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ - શક્તિસિંહ જાડેજા
સરપંચ એસોસિએશન ના પ્રમુખ - મનસુખ ભાઈ ઠાકોર
તમામ ગામો ના સરપંચો
તમામ તાલુકા પંચાયત ના ચૂંટાયેલ સભ્યો
અને ચોરાડ વિસ્તાર ના યુવાનો અને વડીલો તમામ લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા
આ મિટિંગમાં સાંતલપુર તાલુકાના તમામ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સર્વાનુમતે નીચે મુજબની ચર્ચા વિચારણા કરી ઠરાવ કરવામાં આવ્યો હતો.
તથા તાલુકાના અન્ય આગેવાનશ્રીઓ.
આજની મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે,
સાંતલપુર તાલુકાને વહેલામાં વહેલી તકે પૂર્ણ તાલુકા તરીકે જાહેર કરવામાં આવે, જેથી તાલુકાના લોકોને વહીવટી કામો માટે સરળતા રહે.
આ માંગણી અંગે સરકારશ્રીને તથા જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપવું.
આ લડતને ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે આગળ વધારવી.
તાલુકાના દરેક ગામમાંથી સમર્થન મેળવી આ માંગણીને વધુ મજબૂત બનાવવી.
અંતમાં ખીમેશ્વર મહાદેવને પ્રાર્થના કરી મિટિંગ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
સમસ્ત સાંતલપુર તાલુકા વતી
ભરતભાઈ આહીર
📲Get App