🔥 ट्रेंडिंग यश चोपड़ा और ऋषिकेश मुकर्जी: हिन्दी सि... માંગરોળ તાલુકાની કોસાડી ગામમાં ઘી સાયણ... ગોતાના પાન પાર્લરમાંથી 118 ગ્રામ ગાંજા... सीसीएल ने विश्व पर्यटन दिवस पर राजरप्प... झारखंड के फुटबॉल खिलाड़ी का मैच में गि... कांग्रेस ने 28 सितंबर को झारखंड में सर...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

હિંમતનગરમાં કોંગ્રેસની 'જન આક્રોશ પદયાત્રા': મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 सित. 2026, 07:12 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અને SC વિભાગ દ્વારા આયોજિત 'જન આક્રોશ પદયાત્રા' હિંમતનગરમાં ગાંધી પ્રતિમા પાસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ..

સાબરકાંઠામાં-:
હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અને SC વિભાગના સંયુક્ત ઉપક્રમે 'જન આક્રોશ પદયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.ગાંધી પ્રતિમા પાસે પહોંચતા આ પદયાત્રા એક વિશાળ રેલી અને ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ ગઈ હતી. કાર્યકરો દ્વારા ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી..

આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા.તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાવી જોઈએ, જે હાલમાં જોવા મળતી નથી.મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા તાત્કાલિક રાજીનામું આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પણ સુપરત કરવામાં આવ્યું હતું.
📲Get App