🔥 ट्रेंडिंग Mchili ke vest ko davai banavi राजस्थान के सीएम ने पंजाब में ड्रग समस... राजस्थान महिला टीम ने 72वें सीनियर नेश... सिकर में मिली तीन सिस्तान रेत बौआ, भार... માંગરોળ તાલુકામાં ખેડૂત બેઠક: સાયણ સુગ... સુરતમાં મોબાઈલ સ્નેચરને સ્થાનિકોએ ફિલ્...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

પાટણ પોલીસ કોન્સ્ટેબલનું ફરજ પરથી પરત ફર્યા બાદ હાર્ટ એટેકથી દુઃખદ નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 सित. 2026, 10:58 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટણ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બચુજી ઠાકોરજીનું અંબાજી મેળામાં બંદોબસ્ત દરમિયાન તબિયત લથડતાં ઘરે પરત ફર્યા બાદ હાર્ટ એટેકથી નિધન થયું હતું. પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી..

પાટણ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બચુજી ઠાકોરજીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્તની ફરજ પર તૈનાત હતા. ફરજ દરમિયાન તેમની તબિયત અચાનક લથડતાં તેઓ સારવાર અર્થે પોતાના ઘરે પરત ફર્યા હતા.ગુરુવારે રાત્રે ઘરે હાજર હતા તે દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો,જેના કારણે તેમનું દુઃખદ નિધન થયું. તેમના નિધનના સમાચારથી પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાયો હતો..

પોલીસ વિભાગ દ્વારા દિવંગત બચુજી ઠાકોરજીને સંપૂર્ણ સન્માન સાથે "ગાર્ડ ઓફ ઓનર" આપી અંતિમ વિદાય આપવામાં આવી. આ દુઃખદ પ્રસંગે NEED 24 NEWS દિવંગત આત્માની શાંતિ માટે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
📲Get App