🔥 TRENDING મહુવા સુગર મિલની ચૂંટણી: ભાજપ સામે ભાજ... અંબાજી મેળામાં સ્વચ્છતા અને પરિવહન સેવ... સુરતમાં યાર્નના ભાવવધારા સામે વીવર્સની... સુરતમાં તેરે નામ ચોકડી પાસે ટેમ્પોચાલક... NTR Jr. Set to Resume Shooting for 'Dr... High Court Orders Inclusion of NHPC, I...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અંબાજી કંટ્રોલ રૂમ: ભાદરવી પૂનમ મેળામાં ૨,૬૨૫ થી વધુ વિખૂટા પડેલા યાત્રિકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 02:28 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજી ખાતે કાર્યરત મુખ્ય કંટ્રોલ રૂમ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન વિખૂટા પડેલા ૨,૬૨૫ થી વધુ પદયાત્રીઓને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં સફળ રહ્યું છે. આ કંટ્રોલ રૂમ યાત્રિકોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડી રહ્યું છે..

અંબાજી ખાતે ભાદરવી પૂનમના ભવ્ય મેળા દરમિયાન, માઇભક્તોની સેવા માટે ૨૪ કલાક કાર્યરત રહેલા મુખ્ય કંટ્રોલ રૂમે અગત્યની ભૂમિકા ભજવી છે.આ કંટ્રોલ રૂમની ટીમે મેળા દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા ૨૬૨૫ થી વધુ પદયાત્રીઓને તેમના સ્વજનો સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યું છે..

આ કંટ્રોલ રૂમ માત્ર વિખૂટા પડેલા યાત્રિકોના મિલન સુધી સીમિત નથી,પરંતુ ખોવાયેલો સામાન પાછો મેળવવામાં જરૂરી દસ્તાવેજો અંગે માર્ગદર્શન આપવામાં અને મંદિરની વિવિધ વ્યવસ્થાઓ વિશે માહિતી પૂરી પાડવામાં પણ સક્રિય રહ્યું છે. આ સતત માર્ગદર્શન અને સહાયતા વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.જિલ્લા આયોજન અધિકારી એસ.એન.પટેલના જણાવ્યા અનુસાર કંટ્રોલ રૂમની ટીમ નિરંતર કાર્યરત રહીને યાત્રિકોની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે.આ પ્રયાસો મેળાની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવે છે.
📲Get App