🔥 ट्रेंडिंग चुनाव आयोग ने दिल्ली‑महाराष्ट्र में SI... જૂનાગઢ એસ.ઓ.જી.ની મોટી કામગીરી:| NDPS... उत्तर प्रदेश में तेज़ बारिश से 5 मौतें... भारी बारिश से उत्तर प्रदेश के मंत्री ब... જુનાગઢ ભાજપ દ્વારા ટીફીન બેઠકનું આયોજન... લિમ્બાયત પોલીસ કર્મચારી દ્વારા માર માર...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા: સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં હિંમતનગરમાં "સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમ યોજાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 26 सित. 2026, 10:15 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા વક્તાપુર પ્રાથમિક શાળા ખાતે "સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ શોભના.એમ.બારૈયા ઉપસ્થિત રહ્યા..

સાબરકાંઠા જિલ્લામાં-:
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો.હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા આયોજિત "સ્વચ્છતા હી સેવા" કાર્યક્રમમાં વક્તાપુર પ્રાથમિક શાળા ખાતે સાંસદ શોભના.એમ.બારૈયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સમુદાયને સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો હતો.સાંસદ શોભના.એમ.બારૈયાએ સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે સ્વચ્છતા એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં,પરંતુ પર્યાવરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે પણ અત્યંત જરૂરી છે..

કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો અને સ્થાનિક નાગરિકો દ્વારા સ્વચ્છતા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા પરિસર અને આસપાસના વિસ્તારની સફાઈ, સ્વચ્છતાના સૂત્રોચ્ચાર અને જાગૃતિ રેલી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.આ પહેલ દ્વારા "સ્વચ્છ ભારત"ના નિર્માણમાં નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
📲Get App