अपराध
સુરત નજીક ભારતમાળા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં ચારના મોત
કામરેજ નજીક ડીંડસ ગામની સીમામાં ભારતમાળા એક્સપ્રેસ વે પર ટેકનિકલ ખામી સર્જાતા રસ્તા પર ઉભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતા કારમાં સવાર ચારેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
સુરત જિલ્લામાંથી પસાર થતા ભારતમાળા એક્સપ્રેસ વે (NE-૦૪) પર કામરેજ નજીક ડીંડસ ગામની સીમામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટેકનિકલ ખામી અને એર પ્રેશર ઘટી જવાના કારણે રસ્તા પર ઉભેલા ડમ્પરની પાછળ મુંબઈથી આવી રહેલી પૂરઝડપ કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
આ અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને તેમાં સવાર ચારેય મુસાફરોનાં ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજ્યાં હતા. પ્રારંભિક માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો મુંબઈથી સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા અને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.