🔥 TRENDING Nandini Milk Price Hike Almost Certain... 74% of Maharashtra Faces Drought Despi... Maharashtra declares drought across 26... Maharashtra Declares Drought in 265 of... Heavy Showers Sweep Uttar Pradesh as M... Heavy Rain in Uttar Pradesh Claims 13...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધજા ચડાવી,રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 03:12 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધજા ચડાવી હતી અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી..

બનાસકાંઠામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. આ પવિત્ર અવસરે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે માં અંબાના મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.તેમણે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી પવિત્ર ધજા ચડાવી હતી અને રાજ્યની સુખાકારી,શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ ભાદરવી પૂનમનો મેળો લાખો ભક્તો માટે આસ્થાનું પ્રતિક છે. નાયબ મુખ્યમંત્રીના આગમનથી સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. તેમણે મેળા દરમિયાન ભક્તોને અપાતી સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.મેળામાં ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.માં અંબાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.આ ધાર્મિક ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
📲Get App