🔥 TRENDING Mehul Telecom Launches New Franchise S... Gujarat Minister Announces New Labour... Gujarat Vs Kerala: A Tale Of Two State... Karnataka Sets Goal to Eradicate Preve... Karnataka CM Shivakumar Urges 'SIR' No... Nandini Milk Prices to Rise by Minimum...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સમી નજીક શક્તિ હોટલ પાસે રોંગ સાઈડ આવતી બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, બાઈક સવારનું ઘટના સ્થળે મોત

✍️ Reporter: SHRIMALI MANOJ 🗓 26 Sep 2026, 11:43 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટણ જિલ્લાના સમી તાલુકામાં શક્તિ હોટલ નજીક રોંગ સાઈડમાં આવતી બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પાટણ જિલ્લાના સમી તાલુકામાં શક્તિ હોટલ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવી રહેલી એક બાઈક અને સામેથી આવતી i20 કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળ પર જ બાઈક સવારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક દ્વારા બાઈકને ફંગોળી દેવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતને કારણે વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.
📲Get App