🔥 ट्रेंडिंग *કચ્છ માં એરટેલ નો નેટવર્ક ખોરવાયો લોક... एमी शूमर और क्रिस फिशर ने अंतिम तलाक स... केके वॉइट ने जॉर्जिया गिरफ्तारी पर प्र... स्नेहा कुमारी का पहला फ़िल्मी रोल: झां... अनिरुद्ध रविचंद्र ने 'वन सन वन मून' जा... द न्यू इंडियन एक्सप्रेस ने लॉन्च किया...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિજ્ઞાન સાધના પારિતોષિક બદલ બોરીદ્રા પ્રાથમિક શાળામાં સન્માન

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 26 सित. 2026, 11:20 AM 👁 45
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિજ્ઞાન ક્ષેત્રે કરેલી મહેનત અને નોંધપાત્ર કામગીરી બદલ અનિલ ગુરુજીને વિજ્ઞાન સાધના પારિતોષિક એનાયત થતાં નાંદોદ તાલુકાની બોરીદ્રા પ્રાથમિક શાળામાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો.
આ સિદ્ધિની ખુશીમાં શાળાના બાળકો અને શિક્ષકમિત્રો દ્વારા અનિલ ગુરુજીનું હૃદયપૂર્વક સન્માન કરવામાં આવ્યું. બાળકોએ ઉત્સાહપૂર્વક સન્માન કાર્યક્રમમાં ભાગ લીધો, જ્યારે શિક્ષકમિત્રોએ તેમની મહેનત અને સિદ્ધિને બિરદાવી તેમનું આત્મીય સ્વાગત કર્યું.
વિજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે કરેલી મહેનતને મળેલું આ પારિતોષિક શાળાના બાળકો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. મહેનત, લગન અને સતત પ્રયત્નોથી સિદ્ધિ મેળવી શકાય છે તેનો સુંદર સંદેશ આ પ્રસંગે બાળકોને મળ્યો.
બોરીદ્રા પ્રાથમિક શાળાના બાળકો અને સમગ્ર શિક્ષક પરિવારે અનિલ ગુરુજીની આ સિદ્ધિને વધાવીને જે પ્રેમ અને સન્માન આપ્યું તે સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની વાત બની.
📲Get App