🔥 TRENDING Two Naga Civilians Killed in Suspected... Manipur CM Khemchand Kumar Calls for C... Manipur Highway Blockade Lifted After... Meghalaya Sends No Athletes to Asian G... Meghalaya Forest Staff Join Assam, Nag... Meghalaya Intensifies Aadhaar Enrolmen...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

હિંમતનગરમાં આરોગ્ય, પોષણ અને શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 05:26 PM 👁 120
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ખાતે પ્રભારી સચિવ ડૉ.રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં આરોગ્ય, પોષણ અને શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ યોજનાઓની પ્રગતિ અને અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી..

સાબરકાંઠાના-:
હિંમતનગર ખાતે પ્રભારી સચિવ ડૉ.રતન કંવર ગઢવીચારણની વર્ચુઅલ ઉપસ્થિતિમાં આરોગ્ય, પોષણ અને શિક્ષણ વિભાગની કામગીરીની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.બેઠક દરમિયાન રસીકરણથી વંચિત લાભાર્થીઓ સુધી પહોંચવા, 'ટી.બી. મુક્ત ભારત' અભિયાનની પ્રગતિ, પોષણ સંગમ કાર્યક્રમ, ઓછા વજનવાળા બાળકો અને સગર્ભા મહિલાઓની કાળજી રાખવા જેવા આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત, શિક્ષણ વિભાગની યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના અને શાળામાંથી ડ્રોપઆઉટ ઘટાડવા અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી..

પ્રભારી સચિવ ડૉ.રતન કંવર ગઢવીચારણે સંબંધિત અધિકારીઓને નિર્ધારિત લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા અને યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના આરોગ્ય અને શિક્ષણ સ્તરમાં સુધારો કરવાનો છે.
📲Get App