🔥 TRENDING କଟକରେ ସ୍କୁଲ ଛୁଟି ଯୁବତୀ ଓ ତାଙ୍କ ପୁରୁଷ ବନ୍ଧୁଙ୍କୁ ଅଟକାଇ ଅଶ... ଜଗନ ସେନାପତି ହତ୍ୟାକାଣ୍ଡ; ୧୦ ଦୋଷୀଙ୍କୁ ଆଜ... ପ୍ରବଳ ବର୍ଷା ପାଇଁ ଆଉ ଏକ ଜିଲ୍ଲାରେ ସ୍କୁଲ୍... Jharkhand Girl Puja Rides to Independe... Jharkhand Rivers Swell as Heavy Rains...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અકસ્માત અટકાવવાના હેતુથી થરાદ પોલીસ દ્વારા પગપાળા જતાં યાત્રાળુઓ માટે આ એક ખૂબ જ પ્રશંસનીય અને સુરક્ષાત્મક પગલું ભરવામાં આવ્યું..

✍️ Reporter: Lalabhai D Darji 🗓 26 Sep 2026, 12:52 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અકસ્માત અટકાવવાના હેતુથી થરાદ પોલીસ દ્વારા પગપાળા જતાં યાત્રાળુઓ માટે આ એક ખૂબ જ પ્રશંસનીય અને સુરક્ષાત્મક પગલું ભરવામાં આવ્યું


​
​વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી
થરાદ PI (પોલીસ ઇન્સ્પેક્ટર) પીએસઆઇ અને તેમની ટીમ દ્વારા રૂટ પર સતત સહાય અને સુરક્ષા કામગીરી કરવામાં આવી રહી...

​સુવિધા તથા સુરક્ષા: રાત્રિના સમયે અંધારામાં પગપાળા જતા યાત્રાળુઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે તેમના કપડાં પર રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા..

જેથી વાહનચાલકોને દૂરથી જ યાત્રાળુઓ હોવાનો અંદાજ આવી શકે.
​પૂર્ણિમાના ધરણીધર તાલુકાના ઢીમા ખાતે (મુછાળા ભગવાન)ના દર્શનાર્થે જતા હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી રહી...

​પોલીસ વિભાગની આ પહેલથી રાત્રિ દરમિયાન થતા અકસ્માતો નિવારી શકાશે અને યાત્રાળુઓ સુરક્ષિત રીતે પોતાની શ્રદ્ધાપૂર્વકની યાત્રા પૂર્ણ કરી શકશે.
📲Get App