Education
સુરતમાં સુમન સ્કૂલના નવા ભવનનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નિરીક્ષણ કર્યું
સુરત શહેરમાં શૈક્ષણિક માળખાને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે સરથાણા ખાતે નિર્માણ પામી રહેલા સુમન સ્કૂલના નવા ભવનની રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્થળ મુલાકાત લીધી હતી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા 6.59 કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે.
સુરત શહેરમાં શૈક્ષણિક માળખાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરથાણા વિસ્તારમાં નિર્માણ પામી રહેલા સુમન સ્કૂલના નવા ભવનનું રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન, મંત્રીશ્રીએ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, પ્રગતિ અને બાંધકામની ગુણવત્તાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થળ પર હાજર ઇજનેરો અને અધિકારીઓ પાસેથી બાંધકામ સંબંધિત વિગતવાર માહિતી મેળવી હતી.
આ શૈક્ષણિક સંકુલ સરથાણા વિસ્તારમાં TP-85, FP-119 ખાતે આશરે 4,560 ચોરસ મીટર જેટલા વિશાળ પ્લોટમાં નિર્માણ પામી રહ્યું છે. અંદાજે 6.59 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ શાળા તમામ પ્રકારની આધુનિક ભૌતિક સુવિધાઓથી સજ્જ હશે. સંકુલમાં વિદ્યાર્થીઓ માટે કુલ 18 વિશાળ વર્ગખંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, વહીવટી સરળતા માટે બે પ્રિન્સિપાલ રૂમ, બે સ્ટાફ રૂમ તેમજ બે કાર્યાલય કક્ષોની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
વિદ્યાર્થીઓને 21મી સદીના પ્રવાહ સાથે જોડવા અને ટેક્નોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી શાળામાં ખાસ સુવિધાઓ ઊભી કરાઈ રહી છે. જેમાં અત્યાધુનિક સાયન્સ લેબ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બાળકોના સર્વાંગી વિકાસ માટે મલ્ટી-એક્ટિવિટી રૂમ પણ તૈયાર કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ પ્રાયોગિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે.