🔥 TRENDING સુરતના અમરોલીમાં જ્વેલર્સના શોરૂમમાં ભ... West Bengal orders 21 closed tea garde... Gyanesh Kumar’s Dispute with Election... Election Commission adds 2.37 crore vo... Amrit Bharat Express to Link Bhuj and... Banwarilal Chandiwala Unveils All‑Indi...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શેડુભાર ગામે ખેતરમાં મહિલાને સર્પદંશ, અમરેલી સિવિલમાં સારવાર ચાલુ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 26 Sep 2026, 12:30 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી તાલુકાના શેડુભાર ગામે ખેતરમાં કામ કરતી એક મહિલાને સર્પદંશ થયો હતો. 108 ની મદદથી તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની તબિયત સ્થિર છે.

અમરેલી ગ્રામ્ય વિસ્તારના શેડુભાર ગામે એક મહિલાને સર્પદંશ થવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, મહિલા ખેતરમાં કામ કરી રહી હતી તે દરમિયાન સાપે ડંખ માર્યો હતો.

ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી. જેના કારણે મહિલાને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

હાલમાં મહિલાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં સર્પદંશના બનાવો વધતા હોવાથી ખેતરમાં કામ કરતા ખેડૂતોએ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
📲Get App