🔥 TRENDING BCCI Secretary Announces IPL Mini Auct... સુરતમાં રાંદેર પોલીસે ૧૦.૫ કિલો ગાંજા... Husband and Son Arrested in Connection... Kanpur businessman murder case: Son ar... Kanpur murder case: Husband arrested a... Second Golf Course Road crash case fac...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સંતરામપુરમાં ગંદકીનું કવરેજ કરવા ગયેલ પત્રકારને ધમકી

✍️ Reporter: Burhaan sibhai 🗓 25 Sep 2026, 09:00 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં સંતરામપુર એસટી ડેપો ખાતે બસ સ્ટેન્ડની આજુબાજુ ખૂબ જ ગંદકી અને કચરાના ઢગલા પડેલ હતા જેનું કવરેજ કરવા ગયેલા એક સ્થાનિક પત્રકારને એસટી ખાતામાં એટીઆઈ તરીકે ફરજ બતાવતા કર્મચારી દ્વારા ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે સંતરામપુર એસટી ડેપોમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા નું કવરેજ કરી રહેલ સલમાન મોરાવાલા નામના પત્રકારને એસટી ડેપો ખાતે એટીઆઇ તરીકે ફરજ બજાવતા ટીના બાપુ દ્વારા જોઈ લેવાની ધમકી આપી હતી અને જો તમે અમારા ફોટા વાયરલ કરશો તો બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનોનો પ્રવેશ અને બસ સ્ટેન્ડ પાસે આવેલ અવર-જવરનો રસ્તો બંધ કરી દઈશું તેમ જણાવેલ હતું આ બાબતે પત્રકારે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ કર્મચારી સામે પગલાં લેવાની માંગણી કરી છે હવે જોવાનું રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ કર્મચારી સામે શું પગલાં લેશે
📲Get App