🔥 ट्रेंडिंग एपी उच्च न्यायालय ने YSRCP के स्थानीय... आंध्र प्रदेश ने डेटा सेंटरों के लिए 70... अंध्र प्रदेश ने पाठ्यपुस्तकों में पिता... अंध्र प्रदेश के छात्र ने मारवाड़ी विश्... गुजरात में कार‑डम्पर टक्कर में चार मुं... गुजरात विश्वविद्यालय में दो छात्र आत्म...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 04:38 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના છાપરિયા ચાર રસ્તા ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે છાપરિયા ચાર રસ્તા ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવાંજલિ પાઠવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના 'અંત્યોદય, રાષ્ટ્રનિર્માણ અને એકાત્મ માનવવાદ' જેવા વિચારોથી પ્રેરણા મેળવી હતી. સમાજના અંતિમ વ્યક્તિ સુધી વિકાસ અને જનકલ્યાણના લાભો પહોંચે તેવા તેમના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. પંડિતજીના સાદગીપૂર્ણ જીવન, રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને સમાજના અંતિમ પંક્તિમાં ઉભેલા વ્યક્તિના કલ્યાણનો વિચાર આજે પણ સૌ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવવામાં આવ્યું હતું..

આ કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરુણા કડિયા,ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ,હિંમતનગર શહેર પ્રભારી પ્રવીણસિંહ રહેવર,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિમલ ઉપાધ્યાય, યતિનાબેન મોદી સહિત સંગઠનના હોદ્દેદારો,નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો,કોર્પોરેટર મિત્રો તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સૌએ સાથે મળીને પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીને કોટિ કોટિ વંદન કર્યા હતા.
📲Get App