🔥 TRENDING બહુચરાજી દર્શન કરવા જતા ભાવિકો નદાસા-આ... રાજકોટ: સનસાઇન વેલનેસ સ્પામાં ચાલતા દે... કામરેજ: તાપી નદીમાં ગણપતિ વિસર્જન વખતે... उत्तर प्रदेश: दिव्यांगजनों के लिए ई-टि... মুর্শিদাবাদের নবগ্রামের পাঁচগ্রামে এক... જન સંપર્ક કાર્યાલય ખાતે અધિકારી ઉપસ્થિ...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચાંચ નજીક ગણેશ વિસર્જન દરમિયાન કરુણાંતિકા દરિયામાં લપસી જતાં બે ભાઈઓ ડૂબ્યા, એકનો આબાદ બચાવ, ૧૯ વર્ષીય યુવકની શોધખોળ જારી

✍️ Reporter: Anil Vaghela 🗓 25 Sep 2026, 10:48 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચાંચ નજીક ગણેશ વિસર્જન દરમિયાન કરુણાંતિકા દરિયામાં લપસી જતાં બે ભાઈઓ ડૂબ્યા, એકનો આબાદ બચાવ, ૧૯ વર્ષીય યુવકની શોધખોળ જારી
​રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ગામ ચાંચ ખાતે ગણેશ વિસર્જનની ધાર્મિક વિધિ દરમિયાન એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દરિયામાં વિસર્જન કરીને પરત ફરી રહેલા ચાર યુવકોમાંથી પગ લપસી જતાં અથવા ઊંડા ખાડામાં ખાબકતાં બે સગા ભાઈઓ દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, સ્થાનિક તરવૈયાઓની સમયસૂચકતાને કારણે એક ભાઈને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો છે, જ્યારે ૧૯ વર્ષીય બીજા ભાઈની હજુ સુધી કોઈ ભાળ મળી નથી અને તેની શોધખોળ પુરજોશમાં ચાલી રહી છે.
​ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, ચાંચ ગામના રહેવાસી ચાર સ્થાનિક યુવકો ગણેશજીની મૂર્તિનું દરિયામાં વિસર્જન કરવા માટે ગયા હતા. શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ગણેશ વિસર્જનની વિધિ પૂર્ણ કર્યા બાદ જ્યારે આ યુવકો કિનારા તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક દરિયાઈ કાદવ અને પાણીના પ્રવાહને કારણે તેમનો પગ લપસી ગયો હતો. અથવા તો દરિયાના તળિયે આવેલા ઊંડા ખાડાનો અંદાજ ન આવતાં તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા.
​ઘટનાને પગલે કિનારે હાજર લોકોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. દરિયામાં યુવકોને ડૂબતા જોઈને ચાંચ ગામના સાહસિક અને અનુભવી લોકલ તરવૈયાઓ તુરંત જ જીવના જોખમે દરિયામાં કૂદી પડ્યા હતા. લોકલ તરવૈયાઓએ ભારે જહમત ઉઠાવીને ભાણજીભાઇ જેરામભાઈ ગુજરીયા રહે. ચાંચને ડૂબતાં બચાવી લીધા હતા અને તેમને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
​૧૯ વર્ષીય વિરસંગભાઈ લાપતા
પરંતુ, ભાણજીભાઇના સગા નાના ભાઈ વિરસંગભાઈ જેરામભાઈ ગુજરીયા ઉંમર વર્ષ ૧૯, રહે. ચાંચ દરિયાના ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં ગાયબ થઈ ગયા હતા. સગા ભાઈઓ પૈકી એકનો બચાવ થયો છે, જ્યારે માસૂમ ૧૯ વર્ષીય વિરસંગભાઈ હજુ પણ લાપતા હોવાથી પરિવારજનોમાં ભારે ક્રોકંદ અને ઘેરા શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી છે.
​તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું
બનાવની જાણ થતાં જ રાજુલા તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો તુરંત હરકતમાં આવ્યો હતો. ઘટનાસ્થળે રાજુલાના મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ તેમજ મરીન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તંત્ર દ્વારા પરિસ્થિતિનો ચિતાર મેળવીને તાત્કાલિક ધોરણે શોધખોળ અને રેસ્ક્યૂ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
​કોસ્ટ ગાર્ડ અને ફાયર બ્રિગેડની મદદ માટે જાણ કરેલી છે
📲Get App