🔥 ट्रेंडिंग માંડવી બસ ડેપો પર અજાણતા પહોંચેલા ત્રણ... અમદાવાદ: વટવામાં ગાંજા અને MD ડ્રગ્સનુ... વીર નર્મદ યુનિવર્સિટીમાં 'ડબલ ડિગ્રી'... ગુજરાતમાં ડ્રગ્સ સામે લડવા 41 નવી એન્ટ... સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી: ક... વેપારીઓનો UPI MDR સામે વિરોધ: 2 ઓક્ટોબ...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાબરકાંઠા: ઈડરના જાદર ગામમાં ચારિત્ર્યની શંકામાં પત્નીની ગળું દબાવી હત્યા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 01:26 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામની હરિપુરા સીમમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ચારિત્ર્યની શંકામાં એક પતિએ પોતાની પત્નીની ગળું દબાવી હત્યા કરી નાખી..

સાબરકાંઠાના-:
ઈડર તાલુકાના જાદર ગામની હરિપુરા સીમમાં ચારિત્ર્યની શંકાના કારણે એક પતિએ પોતાની પત્નીની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે..

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મહિલાના પતિને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી.આ શંકાના કારણે ઉશ્કેરાઈને તેણે આવેશમાં આવીને પોતાની પત્નીનું ગળું દબાવી દીધું હતું,જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી,મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.પોલીસે પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ સ્મિત ગોહિલ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તેમણે આ ઘટના અંગે નિવેદન પણ આપ્યું છે.
📲Get App