🔥 TRENDING रिसोडच्या सनराईज इंग्लिश स्कूलमध्ये ११... Biswajeet Chatterjee Addresses Rumours... Karthik Subbaraj Discusses 'Dorothy',... लंपी वायरस से बचाव के लिए आइसोलेशन सें... Manipur Youth Lead Clean‑Up Drive, Ins... અરણેજમાં બુટ ભવાની માતાના મંદિરે બાળકો...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ધાંગધ્રા: વોર્ડ નંબર ચારમાં આંગણવાડી ઉત્સવની ઉજવણી, કાર્યકર બહેનોનું સન્માન

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 25 Sep 2026, 06:54 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરના વોર્ડ નંબર ચારમાં જૂની મોચીવાડા ખાતે આંગણવાડી ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં કાર્યકર બહેનોનું સન્માન કરાયું અને બાળકોને પ્રોત્સાહિત કરાયા.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરના વોર્ડ નંબર ચારમાં જૂની મોચીવાડા ખાતે આંગણવાડી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ નિમિત્તે કાર્યરત બહેનોના કાર્યને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શિક્ષણ અને પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્ય રમેશભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમણે કાર્યકર બહેનોના પ્રયાસોની પ્રશંસા કરી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

આંગણવાડી ઉત્સવના ભાગરૂપે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App