Local
ભિલોડામાં શ્રીનાથ સોસાયટીમાંથી વિશાળ અજગરનું સફળ રેસ્ક્યુ
ભિલોડાની શ્રીનાથ સોસાયટીમાં એક ઘરના જાળિયામાં વિશાળ અજગર દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો.
ભિલોડા શહેરમાં શ્રીનાથ સોસાયટી વિસ્તારમાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાનના જાળિયામાં વિશાળ અજગર દેખાતા સ્થાનિક પરિવારજનોમાં ભારે ભય અને ચકચાર મચી જવા પામી હતી. અજગરના દેખાવથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આશરે એક કલાકની જહેમત બાદ વિશાળ અજગરને સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો.
વન વિભાગની ટીમે પકડેલા અજગરને સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસમાં લઈ જઈને મુક્ત કર્યો હતો. વન વિભાગની સમયસર અને સરાહનીય કામગીરી બદલ સ્થાનિક રહીશોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાહત અનુભવી હતી.