Crime
મોરવાડા ગામમાં બે જુદી જુદી ફરિયાદો નોંધાતા તંગદિલી: એક કિશોરીની છેડતી, બીજી એટ્રોસિટીની ફરિયાદ
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોરવાડા ગામે બે જુદી જુદી ફરિયાદો નોંધાતા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. એક ફરિયાદ કિશોરીની છેડતીની છે, જ્યારે બીજી એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાઈ છે.
અમરેલી જિલ્લાના છેવાડાના વડીયા તાલુકા નજીક આવેલા મોરવાડા ગામે છેલ્લા બે દિવસથી ગામનો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. ગામમાં સામસામે બે ગંભીર ફરિયાદો નોંધાતા વડીયા પોલીસ સ્ટેશન લોકોથી ઉભરાયું છે.
પ્રથમ ફરિયાદ મુજબ, ગત તા. ૧૨મીના રોજ મોરવાડા ગામના પૂર્વ સરપંચ હરસુખભાઈ વલ્લભભાઈ બુહાની વાડીએ મજૂરી કરતા પરિવારની ધોરણ ૯માં અભ્યાસ કરતી દીકરીની ગામના બે યુવાનો દ્વારા ઈશારા કરી છેડતી કરવામાં આવી હતી. આ ઘટના બાદ કિશોરીએ દવા પી લીધી હતી. તેને પ્રથમ વડીયા અને બાદમાં જેતપુર સારવાર અર્થે લઈ જવાઈ હતી. પરિવારે વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાગર જયસુખભાઈ મકવાણા અને અનિલ કાળુભાઈ મકવાણા સામે BNS કલમ ૭૫(૨), ૭૮(૨), ૭૯ અને POCSO એક્ટ ૧૨, ૧૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, અનિલ મકવાણાએ વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે ઈકો ગાડી ભાડે ફેરવી ગુજરાન ચલાવે છે. ગામના દિલીપ ઉર્ફે ભયકુ હસમુખભાઈ બુહાને દીવ ફરવા જવા માટે ગાડી ભાડે ન આપતા અને કડિયા કામે ન જતા જૂની અદાવત રાખી જાતિ પ્રત્યે હડધૂત કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે દિલીપ બુહા અને હરસુખભાઈ બુહા (પિતા-પુત્ર) સામે BNS ૩૫૧(૨), ૩૫૨ અને SC/ST એટ્રોસિટી એક્ટ ૩(૧) મુજબ ગુનો નોંધ્યો છે.
હાલ મોરવાડા ગામના દલિત સમાજના લોકો વડીયા પોલીસ સ્ટેશને એકત્ર થયા છે અને બંને કેસમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બંને કેસની તપાસ વડીયા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.