🔥 TRENDING આંગણા નો ઉત્સવ ગિરનારી ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તા... Soori’s ‘Mandaadi’ Surpasses ₹125 Cror... Avengers Endgame: Encore Opens Strong,... Nani’s ‘The Paradise’ Surpasses ₹52 Cr... Mining Baron's POCSO Accusation Sparks...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાવનગર: અલંગ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના વિકાસ માટે નવી પોલિસી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 08:02 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શીપ રીસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ભાવનગર દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડની નવી પોલિસી અને રાહતો બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'માં ગુજરાતને અગ્રેસર રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી..

ભાવનગર ખાતે શીપ રીસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નવી પોલિસી અને તેમાં અપાયેલી મહત્વપૂર્ણ રાહતો બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સરકારી નીતિઓના સરળીકરણ અને પારદર્શક અમલીકરણ દ્વારા ઉદ્યોગોને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર સતત નીતિગત સુધારાઓ કરી રહી છે..

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના માધ્યમથી ગુજરાતને વૈશ્વિક રોકાણના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે સરકાર અને ઉદ્યોગ જગતના સંયુક્ત પ્રયાસોથી આત્મનિર્ભર ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત લીડ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે શીપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી મળતા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસની યાત્રામાં સતત સહભાગી બનવા માટે આહવાન કર્યું હતું.
📲Get App