🔥 TRENDING पूर बिशेषर बिरनांवा में धूमधाम से मनाय... 192 વર્ષથી અવિરત ચાલતી આસ્થા... અમરેલી: ફટાકડા વેચાણ લાયસન્સ માટે આજે... કામરેજ PI રામ ગોજિયા માલધારીના નેહડે પ... Billy Root, brother of England star Jo... बिहार में मौसम सुहावना, लोगों को मिली...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા માહિતી કચેરી, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ-જિલ્લા કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અને વૃક્ષારોપણ પ્રવૃત્તિનું સફળ આયોજન

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 25 Sep 2026, 09:30 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા માહિતી કચેરી, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ-જિલ્લા કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અને વૃક્ષારોપણ પ્રવૃત્તિનું સફળ આયોજન

લાઠી રોડ સ્થિત વૃંદાવન પાર્ક સોસાયટી ખાતે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસર અને જિલ્લા માહિતી કચેરી પરિસરમાં સફાઈ ઝુંબેશ

જિલ્લા માહિતી કચેરી અને વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ-જિલ્લા કચેરીના કર્મચારીઓએ શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવ્યો

અમરેલી તા. ૨૪ સપ્ટેમ્બર
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ દેશવ્યાપી અને રાજ્યવ્યાપી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જનસેવા, પર્યાવરણ જતન અને સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓને વેગ આપીને વડાપ્રધાનશ્રીના સેવાકાર્યોને બિરદાવવાનો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વિવિધ લોકઉપયોગી અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ અભિયાનના ભાગરૂપે આજરોજ અમરેલી ખાતે જિલ્લા માહિતી કચેરી તથા વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ-જિલ્લા કચેરીના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ સ્વચ્છતા અને વૃક્ષારોપણલક્ષી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લાઠી રોડ પર સ્થિત વૃંદાવન પાર્ક સોસાયટી વિસ્તારમાં આવેલા શ્રી રામેશ્વરમ મહાદેવ મંદિર પરિસર તથા જિલ્લા માહિતી કચેરી પરિસરમાં સઘન સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ ઊમદા અને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિમાં બંને કચેરીના કુલ ૧૧ જેટલા ઉત્સાહી કર્મચારીઓએ શ્રમદાન કરીને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ તકે માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે જિલ્લા માહિતી કચેરીના પરિસર તેમજ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે હરિયાળી વધારવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત કર્મચારીઓએ વાવેલા છોડના ઉછેર અને રક્ષણ માટેનો સંકલ્પ પણ લીધો હતો.

"સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ-જિલ્લા કચેરીના ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેટિક્સ ઓફીસર શ્રી ભાનુપ્રતાપ સિંઘ, આસિસ્ટન્ટ ઓફિસર શ્રી રાહુલ મોડાસીયા, જિલ્લા માહિતી કચેરીના ઓપરેટર શ્રી મદુસુદન ધડુક, માહિતી મદદનીશ શ્રી ધર્મેશ વાળા, સિનિયર ક્લાર્ક શ્રી જાગૃત્તિબેન, જુનિયર ક્લાર્ક શ્રી દિક્ષિત પંડ્યા, શ્રી પરિન્દ્ર આંબલીયા, સેવક શ્રી ચિરાગ માલનીયા અને શ્રી રવજીભાઈ શિંગાળા, ઉપરાંત શ્રી વિશાલ ગોસ્વામી અને શ્રી મયુર ગોસાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
📲Get App