अपराध
રાજકોટ: સનસાઇન વેલનેસ સ્પામાં ચાલતા દેહ વ્યાપાર પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો સપાટો..
રાજકોટ શહેરમાં સનસાઇન વેલનેસ સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેઈડ દરમિયાન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
રાજકોટ શહેરમાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક,નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી.બસીયાનાઓના માર્ગદર્શન હેઠળ "દેહ વ્યાપાર" ના કેસો શોધી કાઢવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને ખાસ સુચના આપવામાં આવી હતી..
આ સુચનાના પગલે, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા શહેરના એક જાણીતા "સનસાઇન વેલનેસ સ્પા" માં દરોડો પાડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં આ સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ રેઈડથી શહેરમાં ચાલતા આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં પોલીસની સક્રિયતા જોવા મળી છે.