🔥 TRENDING મોટા ફોફળીયા ગામમાં રક્તદાન શિબિરનું આ... கால்வாயை சீரமைக்க நடவடிக்கை எடுக்க வேண... ગાંધીનગર: ટ્રાફિક જાગૃતિ અને સુરક્ષા અ... நெல்லை புதிய பேருந்து நிலையத்தில் ஆக்க... West Bengal Family Allegedly Forced Ac... Tejashwi Yadav Criticizes Election Com...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, નાગરિકોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ.

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 04:24 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી ઘરઆંગણે પૂરો પાડવાનો છે..

અમદાવાદના શ્રી શ્યામાપ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલ, ખોખરા ખાતે 'સેવા સંકલ્પ અને સમર્પણ અભિયાન' અંતર્ગત દક્ષિણ, પૂર્વ, મધ્ય અને ઉત્તર ઝોનના સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિતિમાં ઉપસ્થિત રહ્યા હતા..

આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ તેમના ઘરઆંગણે જ સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલ દ્વારા વહીવટી પ્રક્રિયાઓને વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવવામાં આવી રહી છે.આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ,સ્થાનિક સાંસદો,મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય પદાધિકારીઓ,સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને નાગરિકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવા અને યોજનાઓનો લાભ પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.
📲Get App