🔥 ट्रेंडिंग मिडटर्म जीत के बाद डेमोक्रेट्स ने हेगस... दिवाली पर पाकिस्तान के ज़ाहूर ने शतक,... भारत के अंडर-19 बल्लेबाज ने पाकिस्तान... पाकिस्तान अंडर-19 ने एशिया कप में भारत... गुजरात टाइटन्स ने दिल्ली कैपिटल्स के आ... कोलकाता और दक्षिण बंगाल में बारिश का प...
09 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેશોદમાં ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી
अपराध

કેશોદમાં ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 24 सित. 2026, 11:04 AM 👁 91
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદ શહેરમાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અવરોધાય તે રીતે વાહનો પાર્ક કરનારા સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. ગઈકાલે ત્રણ રિક્ષા ચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

કેશોદ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરીને ટ્રાફિકને અવરોધતા લોકો સામે પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

ગઈકાલે, ૨૩ સપ્ટેમ્બરના રોજ, કેશોદ પોલીસે ચાર ચોક અને માંગરોળ રોડ જેવા વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ અને અકસ્માત સર્જી શકે તેવી રીતે રિક્ષા ઉભી રાખવા બદલ ત્રણ રિક્ષા ચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસ ચોપડે નોંધાયેલા ગુના મુજબ, અનીશ યાસીનભાઇ શાહમદાર (ઉ.વ. ૨૩, રહે. ગાંધીનગર સોસાયટી, કેશોદ) પ્યાગો રીક્ષા (નં. GJ 31 X 0737) સાથે, ભાયાભાઇ રાજાભાઇ ચુડાસમા (ઉ.વ. ૪૦, રહે. કેવદ્રા, તા. કેશોદ) અને રજાક દાઉદભાઇ જેઠવા (ઉ.વ. ૩૭, રહે. જુના કોટડા, તા. માંગરોળ) ચાર ચોકની સામે જાહેર રોડ પર ટ્રાફિકને અવરોધતા મળી આવ્યા હતા.

પોલીસે જાહેર જનતા અને વાહનચાલકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે રસ્તા પર અડચણરૂપ વાહનો ન ઉભા રાખવા અથવા પાર્ક ન કરવા અપીલ કરી છે. આ કાર્યવાહીથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
📲Get App