🔥 TRENDING ઈડર નજીક સપ્તેશ્વર પાસે ઝાડ પર લટકતી લ... Baliya Up ke new dm வேலூர் மாவட்ட ஓய்வூதியம்/உதவித்தொகை பெ... બીલીમોરામાં મનત ના રાજાના દર્શન માટે ભ... કોડીનાર વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન... હિંમતનગર નજીક કાટવાડ ગામમાં પરિણીતાનો...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં રાજકીય ઉથલપાથલ: આપના ત્રણ સભ્યો કોંગ્રેસમાં જોડાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 10:08 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં રાજકીય સમીકરણો બદલાયા છે. આમ આદમી પાર્ટી (AAP)ના ત્રણ ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્યો પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ત્રણ તાલુકા પંચાયત સભ્યો પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે.આ ઘટનાક્રમથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.નાવામોટા બેઠકના દશરથભાઈ રાજાભાઈ મકવાણા,જાડી સીમ્બલ બેઠકના કમુબેન મશરૂભાઈ ખોખરીયા અને મીઠીબેલી બેઠકના કપીલાબેન નવજીભાઈ ડાભીએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ત્રણેય સભ્યોએ જણાવ્યું કે, AAPના ધારાસભ્ય પદના ઉમેદવાર બીપીનચંદ્ર રૂપસિંહ ગામેતી સાથે પાર્ટીમાં અન્યાય થયો હોવાનું તેમને લાગ્યું છે અને ભવિષ્યમાં તેમની સાથે પણ આવું થઈ શકે તેવી આશંકા છે. સાથે જ માન-સન્માન જળવાઈ રહે તે માટે કોંગ્રેસ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું..

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીની વિકાસલક્ષી કામગીરીથી પ્રભાવિત થઈ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે.ત્રણ સભ્યોના કોંગ્રેસ પ્રવેશથી ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના રાજકારણમાં કોંગ્રેસનું સમીકરણ મજબૂત બનતું હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે.
📲Get App