🔥 TRENDING आरा सदर अस्पताल में डॉक्टरों कि हड़ताल સાયલા હાઈવે પર મેંદાની આડમાં વિદેશી દા... ପ୍ରସିଦ୍ଧ ଛତିଆ କାକରା ଜାତୀୟ ରାଜପଥ କଡ଼ରେ... Madhya Pradesh High Court Bars Husband... ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌ... Hundreds rally in Delhi after teen all...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં સ્કૂલ વાનના ડ્રાઈવર પર રખડતા શ્વાનનો જીવલેણ હુમલો, સીસીટીવીમાં કેદ

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 04:34 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના ડિંડોલી વિસ્તારમાં સણિયા ઇકલેરા ચોકડી પાસે સ્કૂલ વાનના ડ્રાઈવર પર રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સુરતમાં રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે. તાજેતરમાં ડિંડોલી વિસ્તારમાં સણિયા ઇકલેરા ચોકડી પાસે એક સ્કૂલ વાનના ડ્રાઈવર પર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે આશરે ૮ વાગ્યે ૨૬ મિનિટે એક મહિલા પોતાના નાના બાળકને સ્કૂલ વાનમાં બેસાડવા માટે આવી હતી. તે સમયે વાનનો ડ્રાઈવર પોતાની સીટ પાસે નીચે ઊભો હતો. જેવી મહિલા બાળકને વાનમાં બેસાડવા લાગી, તેટલામાં જ પાછળથી દોડતો આવેલો એક શ્વાન કોઈ પણ ઉશ્કેરણી વગર સીધો ડ્રાઈવર પર ત્રાટક્યો હતો.

શ્વાનનો હુમલો એટલો આક્રમક હતો કે તેણે ડ્રાઈવરને પગમાં બચકું ભરી લીધું હતું. જેના કારણે ડ્રાઈવર પોતાનું સંતુલન ગુમાવીને જમીન પર પટકાયો હતો. ડ્રાઈવર નીચે પડી ગયા બાદ પણ શ્વાને તેનો હુમલો ચાલુ રાખ્યો હતો અને પગ બાદ તેના હાથ પર પણ ગંભીર રીતે બચકાં ભર્યા હતા. ભારે જહેમત બાદ ડ્રાઈવર શ્વાનના પંજામાંથી છૂટી શક્યો હતો. આ ભયાવહ દ્રશ્ય જોઈને બાળકને મૂકવા આવેલી મહિલા પણ ગભરાઈને ત્યાંથી નાસી છૂટી હતી.
📲Get App