લુણાવાડા તાલુકા ની વિવિધ શાળાઓમાં ક્લસ્ટર કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ
સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત વિકસિત ભારત 2047 થીમ ઉપર આધારિત ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું બીઆરસી ભવન લુણાવાડા દ્વારા જિલ્લાના તમામ ક્લસ્ટરમાં આયોજન કરવામાં આવ્યું શાળા કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ની ક્લસ્ટર કક્ષાએ સ્પર્ધાઓ યોજવામાં આવી સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ની પ્રેરણાથી બી.આર.સી ભવન લુણાવાડા દ્વારા આયોજિત કરવામાં આવ્યું જેમાં તાલુકાના તમામ ક્લસ્ટરમાં સીઆરસી કક્ષાએ આ સ્પર્ધાઓનું આયોજન થયું હતું કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના દેશના વિકાસ પ્રત્યેની જવાબદારી સર્જનાત્મકતા અભિવ્યક્તિ કલ્પનાશક્તિ તથા વકૃત્વ કૌશલ્યનો વિકાસ કરવાનો હતો સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા વ્યક્ત કરી હતી તાલુકાના તમામ ક્લસ્ટરોમાં ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સી.આર.સી.કોર્ડીનેટર અને યજમાન શાળાઓના આચાર્યના સંયુક્ત પ્રયત્નથી તેમજ જન ભાગીદારી અને લોક સહકારથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સ્થાનિક સમુદાય વાલીઓ વડીલો અને ગ્રામજનોની ઉપસ્થિતિને કારણે સમગ્ર કાર્યક્રમ માત્ર શાળા પૂરતો જ સીમિત ન રહેતા રાષ્ટ્ર નિર્માણના સંકલ્પોમાં સામૂહિક શૈક્ષણિક અને સર્જનાત્મક કાર્યક્રમ બન્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત ગ્રામજનોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધા યુરી તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ક્લસ્ટર કક્ષાના સીઆરસી ઉપરાંત શાળાના આચાર્યો અને શિક્ષકોનું પણ ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું હતું