🔥 TRENDING ગુમ સુદા Class 10 girl molested in Samastipur,... Neeraj Pandey says BJP MLA’s ‘I feel s... Four men caught on video molesting gir... Man in Safari Car Allegedly Harasses T... Four Arrested After Harassment Video o...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Travel

સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની બેદરકારી: વિદેશી મહિલા સહિત ત્રણ મુસાફરોને પ્રવેશ નકારાયો

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 12:48 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતથી બેંગ્લોર જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બોર્ડિંગ ગેટ ખુલ્લો હોવા છતાં અને નિર્ધારિત સમય બાકી હોવા છતાં ત્રણ મુસાફરોને પ્રવેશ ન મળતાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં એરલાઇન્સની નીતિ સામે અનેક સવાલો ઉઠ્યા છે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરલાઇન્સ કંપનીઓની મુસાફરો સાથેની બેદરકારી અને તોછડા વર્તનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં બોર્ડિંગ ગેટ હજી ખુલ્લો હોવા છતાં અને ફ્લાઇટ ઉપડવામાં સમય બાકી હોવા છતાં વિદેશી મહિલા સહિત ત્રણ મુસાફરોને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં જ લાખો લોકોએ એરલાઇન્સની આવી નીતિ સામે રોષ વ્યક્ત કર્યો છે.

રી-શિડ્યુલ થયેલી ફ્લાઇટ માટે સમયસર પહોંચવા છતાં મુસાફરો રઝળી પડ્યા હતા. ભોગ બનનાર મુસાફર તરુણ મિશ્રાએ જણાવ્યું હતું કે, તેમની સુરતથી બેંગ્લોર જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટનો મૂળ સમય બપોરે 3:30 વાગ્યાનો હતો. જોકે, કંપની દ્વારા સમય બદલીને સાંજે 6:38 કરવામાં આવ્યો હતો. તેઓ બોર્ડિંગ સમય પહેલાં એટલે કે 5:40થી 5:50ની વચ્ચે એરપોર્ટ પહોંચી ગયા હતા.

એરપોર્ટના મુખ્ય ગેટ પર આધાર કાર્ડ વેરિફિકેશનમાં લગભગ 10 મિનિટનો સમય વેડફાયા બાદ તેઓ આશરે 6:15 વાગ્યે ફાઇનલ બોર્ડિંગ ગેટ પાસે પહોંચ્યા હતા. સામાન્ય રીતે બોર્ડિંગ સમયે મુસાફર માટે એનાઉન્સમેન્ટ કે ફોન કરવામાં આવે છે, પરંતુ સ્ટાફ તરફથી આવો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નહોતો, જેના કારણે મુસાફરોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
📲Get App