🔥 ट्रेंडिंग मध्य प्रदेश हाई कोर्ट ने तलाक के मामले... ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌ... किशोर की यौन हिंसा की शिकायत पर दिल्ली... दिल्ली के किशोर बलात्कार आरोपी पहले पु... दिल्ली में किशोरी के गैंग रेप की जांच... मुरैना में कारस बाबा मजरा के पास तालाब...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં મલ્ટીલેવલ પાર્કિંગ કાપડના ગોડાઉનમાં ફેરવાયું: પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 24 सित. 2026, 04:22 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા મલ્ટીલેવલ પાર્કિંગનો એક માળ કાપડના ગોડાઉન તરીકે ગેરકાયદે ભાડે આપી દેવાયો હોવાનો પૂર્વ કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ ગંભીર આક્ષેપ કર્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ અને વેપારીઓ તથા ગ્રાહકોની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. જોકે, હવે આ પાર્કિંગ જનહિતને બદલે વેપારીઓના હિતમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ પૂર્વ કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ કર્યો છે. તેમણે પાલિકાના ઈજારદાર અને તંત્રની મિલીભગતનો આરોપ લગાવ્યો છે.

વિપુલ સુહાગીયાએ સ્થળ મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, હજારો વાહનો સમાવી શકે તેવા આ વિશાળ મલ્ટીલેવલ પાર્કિંગનો એક આખો માળ તેમજ પેસેજની મહત્વની ખુલ્લી જગ્યાઓ મિલ માલિકોને કાપડના ગોડાઉન તરીકે ગેરકાયદે ભાડે આપી દેવામાં આવી છે. એટલું જ નહીં, પાર્કિંગની વ્યવસ્થા સંભાળવા માટે ફાળવાયેલી વહીવટી ઓફિસ પણ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે.

આ ગેરકાયદે પ્રવૃત્તિના કારણે બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓને પોતાના વાહનો પાર્ક કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ કોર્પોરેટરે આ મામલે શાસક પક્ષ અને જવાબદાર અધિકારીઓ સામે આક્રમક વલણ અપનાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને આક્ષેપોની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
📲Get App