🔥 TRENDING BJP spends Rs 287 crore on West Bengal... Adani Group pledges over ₹1 trillion i... Four arrested in Bihar after new viral... New sexual harassment case reported in... Four arrested in Samastipur after girl... વિરાતલાવડી ગામે સ્વચ્છતા અભિયાન: IAS અ...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢના મેંદરડામાં દીપડાનો કહેર: ૬ વર્ષની બાળકીનું કરૂણ મોત, ગ્રામજનોમાં રોષ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 24 Sep 2026, 12:54 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેડકિયાળી ગામે દીપડાએ ૬ વર્ષની બાળકી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેડકિયાળી ગામે ગત રાત્રે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. ગામમાં એક દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ૬ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી ગયો હતો. દીપડાના હુમલામાં બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ બાળકીના મૃતદેહનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો હતો. ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મોડી રાત્રે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન અને વન વિભાગના અધિકારીઓની સમજાવટ બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા. વન વિભાગ દ્વારા દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની ખાતરી આપવામાં આવી છે. મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેંદરડા ખસેડવામાં આવ્યો છે.

વન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, મૃતક બાળકીના પરિવારને સરકારની નીતિ મુજબ ₹૧૦ લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવશે.
📲Get App