🔥 TRENDING IMD Issues Flash‑Flood Alerts for 4 St... IMD warns of extreme rain in Andhra Pr... How to Watch South Africa vs Australia... UK Leads International Emmy Nomination... RTINGS.com Releases 2026 List of Top 5... Avengers: Endgame Encore poised to lea...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લુણાવાડા ના વરધરી ગામે તળાવમાં માછલી પકડવા મુદ્દે ધિંગાણું...

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 24 Sep 2026, 05:10 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડાના વરધરી ગામેથી એક ઘટના સામે આવી છે.વરધરી ગામે તળાવમાં માછલી પકડવા મુદ્દે ધિંગાણું...

વરધરી ગામના તળાવ ખાતે માછીમારી કરવા બાબતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા, વરધરી પોલીસ ચોકી પાસે જ ઘર્ષણ સર્જાયું હતું.

આ ઘર્ષણમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

બનાવની જાણ થતા જ કોઠંબા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ગામમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે. અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
📲Get App