🔥 TRENDING Manipur Cabinet Approves 70‑Bed Dialys... UDP Suspends Three Meghalaya MLAs for... BJP Reaches Double Digits in Meghalaya... Meghalaya CM Says 54-Year-Old Border D... Jamui Murder Case: Accused's Father Ar... मिर्जापुर के लेखपाल दीपक मौर्य ने किसा...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલી: બાબરા તાલુકાના વાંકિયા ગામમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું, પોલીસની મોટી કાર્યવાહી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 24 Sep 2026, 12:10 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા પોલીસે વાંકિયા ગામની સીમમાં તપાસ દરમિયાન અંદાજે 52,500 રૂપિયાની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે.

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકિયા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ગાંજાના વાવેતરને બાબરા પોલીસે ઝડપી પાડ્યું છે. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જિલ્લામાં કેફી પદાર્થો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને પોલીસે આ સફળતા મેળવી છે.

બાબરા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને બાતમી મળી હતી કે વાંકિયા ગામની સીમમાં ડાયાભાઈ ભીખાભાઈ વાળાની જમીનમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસે જ્યારે ખેતરમાં આવેલી ઓરડી પાસેના ક્યારામાં તપાસ કરી, ત્યારે ત્યાંથી લીલા ગાંજાના 2 છોડ મળી આવ્યા હતા.

જપ્ત કરવામાં આવેલા ગાંજાનું કુલ વજન 1.050 કિલોગ્રામ છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 52,500 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવા પેઢીને નશાના રવાડે ચડતું અટકાવવા માટે પોલીસ દ્વારા આવી કડક કાર્યવાહીઓ ચાલુ રાખવામાં આવશે. પોલીસ દ્વારા નાગરિકોને નશામુક્ત ગામ અને સુરક્ષિત સમાજ માટે જાગૃત રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક 100/112 અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
📲Get App