🔥 TRENDING Deep Depression Over South Odisha Weak... Red warning issued for four districts... પોલીસ જવાનોના ઉત્સાહ સાથે માઁ અંબાના જ... Two Hostel Superintendents Suspended i... Patwari Threatened with Violence, Accu... 25-year-old mute-deaf youth drowns dur...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણેશ વિસર્જનને લઈ ઉમલ્લા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 24 Sep 2026, 08:42 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉમલ્લા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.સી. વસાવા દ્વારા ઉપસ્થિત ગણેશ મંડળોના આયોજકો અને આગેવાનોને વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આગામી ગણેશ વિસર્જનના તહેવારને ધ્યાનમાં રાખીને ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉમલ્લા સહિત દુ.વાઘપુરા, ઈન્દોર, પાનેથા તેમજ આસપાસના ગામોના ગણેશ મંડળોના આગેવાનો, આયોજકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન આગામી ગણેશ વિસર્જનના કાર્યક્રમને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા અંગે પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ઉમલ્લા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.સી. વસાવા દ્વારા ઉપસ્થિત ગણેશ મંડળોના આયોજકો અને આગેવાનોને વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, લોકોની સુરક્ષા, મહિલાઓ અને બાળકોની સલામતી તેમજ વાહનોની અવરજવર અંગે સાવચેતી રાખવા જણાવાયું હતું.

પોલીસ દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન ડીજે તથા સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ, જાહેર માર્ગો પર થતી ભીડ અને શોભાયાત્રાના આયોજન અંગે પણ નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. આયોજકોને વિસર્જનના સ્થળે સાવચેતી રાખવા તેમજ કોઈપણ પ્રકારની અફવા કે વિવાદને સ્થાન ન આપવા સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા પણ ગણેશ વિસર્જનનો પર્વ ભાઈચારા, એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે પોલીસ તંત્રને સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. સાથે જ કોઈ સમસ્યા કે અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું હતું.

ઉમલ્લા સહિત આસપાસના ગામોમાં ગણેશ ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

બેઠકના અંતે પોલીસ અધિકારીઓએ તમામ ગણેશ મંડળોના આયોજકો અને સ્થાનિક આગેવાનોને ગણેશ વિસર્જનનો પર્વ શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવવા તથા પોલીસ તંત્રને જરૂરી સહયોગ આપવા અપીલ કરી હતી. રિપોર્ટર: મલેક સીરાજુદ્દીન જગડીયા
📲Get App