🔥 TRENDING West Bengal allocates 256 acres to Jup... West Bengal unveils new industrial lan... Baazar Style Retail opens new store in... Maharashtra to Deploy 136 Temporary Cl... Maharashtra government proposes to lif... Maharashtra's Tur, Soybean Crops Suffe...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લાના કુલ ૧૧ તાલુકામાં શહેરી અને ગ્રામ્યકક્ષાએ "નમો ગાથા-અનકહી કહાનીઓ" ૫૦ શેરી નાટકોની પ્રસ્તુતિનું તા. ૧ ઓક્ટોબર સુધી આયોજન

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 24 Sep 2026, 09:30 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના કુલ ૧૧ તાલુકામાં શહેરી અને ગ્રામ્યકક્ષાએ "નમો ગાથા-અનકહી કહાનીઓ" ૫૦ શેરી નાટકોની પ્રસ્તુતિનું તા. ૧ ઓક્ટોબર સુધી આયોજન

નાટ્ય પ્રસ્તુતિના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની સેવા યાત્રા, સમર્પણ અને સુશાસનની વાત લોકો સુધી પહોંચાડવામાં આવશે

અમરેલી તા. ૨૩ સપ્ટેમ્બર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ‘નમો સેવા ગાથા- અનકહી કહાનીઓ’ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં પણ વિવિધ નાટ્યપ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ૨૫ વર્ષની સેવા યાત્રા, જનકલ્યાણ માટેના પ્રયાસો અને સુશાસનના વિવિધ આયામો લોકો સમક્ષ જીવંત રીતે રજૂ કરવામાં આવશે.

અમરેલી જિલ્લામાં અમરેલી, લાઠી, લીલીયા, દામનગર, બાબરા, બગસરા, ધારી, ચલાલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને કુંકાવાવ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ‘નમો ગાથા-અનકહી કહાનીઓ’ ૫૦ શેરી નાટકોની પ્રસ્તુતિનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ નાટકોની પ્રસ્તુતિ તા. ૦૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી કરવામાં આવશે.

આ નાટ્યપ્રસ્તુતિઓના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકેની રાષ્ટ્રસેવા સુધીની યાત્રાના વિવિધ પ્રસંગો અને જનકલ્યાણલક્ષી કાર્યોને સંવાદ, અભિનય, સંગીત અને રંગમંચન દ્વારા રજૂ કરવામાં આવશે. ‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ’ અંતર્ગત નાટ્યપ્રસ્તુતિઓને સરળ, સંવેદનશીલ અને સંગીતમય સ્વરૂપ આપવામાં આવ્યું છે. કુશળ કલાકારોના જીવંત અભિનય અને પ્રભાવશાળી સંવાદો દ્વારા સેવા, સમર્પણ, અંત્યોદય, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને ઉજાગર કરતા પ્રસંગોને રંગમંચ પર સાકાર કરવામાં આવશે.

શેરી નાટકોના માધ્યમથી વિવિધ વિસ્તારોમાં સીધો જનસંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત યોજાનારી આ સમગ્ર નાટ્યપ્રવૃત્તિ દ્વારા સેવા અને સુશાસનની વિવિધ કામગીરીની વાત લોકો સુધી પહોંચાડવામાં આવશે.
📲Get App